શું તમારે જીવનમાં વધુ હિમ્મતવાન બનવું છે? શું તમને તમારા સુંદર ભવિષ્યમાં ડોકીયું કરવાનો પણ ડર લાગે છે?
ઘણીવાર આપણે આ પડકારના સમયમાં સલામત અને જાણીતો માર્ગ અપનાવીએ છીએ અને પછીથી પસ્તાઈએ છીએ કે આપણે હિમ્મત ન બતાવી. ખરું છે ને? જેમ કે તમારે આરામદાયક નોકરી જે તમે જાણો છો અથવા તો સાવ અલગ અને અજાણ્યામાં વિશ્વાસ મૂકવાનો છે, તે બેમાંથી પસંદગી કરવાની હોય. જાણીતો માહોલ ક્દાચ તમને વધુ પસંદ કરવા જેવો લાગે, જ્યારેઅજાણ્યા માહોલથી તમે દૂર ભાગશો.
અથવા તો ઍવી રોજ બરોજ ની પરિસ્થિતિ હોય જેના માટે હિંમત (શક્તિ)ની જરૂરત પડે. જેવીકે નિયમિત કાર્ય, જવાબદારીઓ અને જીવનની સાંસારીક બાબતો. દાખલા તરીકે તમારી સાથીદાર સાથે ઑફીસમાં ઉગ્ર ચર્ચા થઈ ગઈ હોય અને બીજે દિવસે તેની સન્મુખ જતા હિંમત ભેગી કરવી પડે.
શું આંતરિક શક્તિ માટે પણ ધ્યાનને ગણતરીમાં લેવું પડે? જો તમે ક્યારેય ધ્યાન ન કર્યું હોય તો હું તમને ધ્યાન કરવાની સલાહ આપુ છું. જો તમારો મહાવરો (પ્રેક્ટિસ) છૂટી ગયો હોય તો તેને ફરી શરૂ કરો અને વધુ ગહન ધ્યાનમાં કેવી રીતે જવું તે શીખો. જેથી વધુને વધુ લાભ થાય. જેમ જેમ સમય જશે તેમ લાભ વધતો જશે. માટે સારા ગુરુ (શિક્ષક)ને શોધો અને જુઓ કે શું થાય છે
તમે જોશો કે થોડો સમય નિયમિત ધ્યાન કરવાથી તમારામાં કુદરતી જ પ્રેમ, હિંમત અને બધુ બરાબર છે તેવી લાગણી ઉદભવશે અને તમારી ચેતના જાગૃત થશે. જ્યારે મન મર્યાદાઓમાંથી મુક્ત હશે ત્યારે ઉદ્વેગ પેદા થવાનું કોઈ કારણ જ નથી. જીવનથી કે જીવંત વસ્તુઓથી અલગ હોવાનો ભાવ ઓછો થશે અને કુદરતી જ હિંમત આવશે.
ઘણા વર્ષો ધ્યાન કરવાથી મને લાગે છે કે એનાથી મારામાં વર્તમાનમાં જીવવાનો અને ગમે તેવા નાના કે મોટા પડકાર ઉભા થાય તેને ઝીલવાનો વિશ્વાસ આવી ગયો છે.
હવે તો હિંમત આવી જ જાય છે, તેના માટે પ્રયત્ન કરવો પડતો નથી. આ રહ્યા ચાર રસ્તા. ધ્યાન હિંમત પેદા કરે છે જે આપણા બધામાં જન્મ જાત છે જ.
#1 ધ્યાન તમને બીજા થી અલગ બનાવે છે
શું તમારું ધ્યાન ગયું છે કે જ્યારે તમારામાં હિંમતનો અભાવ હોય છે ત્યારે તમે પરિસ્થિતિથી દૂર ભાગો છો? મિત્રોની સામે ગાવું કેટલું સરળ છે અને કોઈ અજાણ્યાની સામે ગાવું કેટલું અઘરું છે. કારણકે મિત્રો સાથે આત્મિયતા અનુભવો છો તેથી ત્યાં તમે સ્વસ્થ (નિશ્ચિંત) છો અન જ્યારે તમારે મેદની સામે (જાહેરમાં) ગાવાનું હોય ત્યારે તમને ચિંતા હોય છે કે તેઓ મારી માટે શું ધારણા કરશે.?.
પૌરાણિક, વૈદિક અને યોગિક ગ્રંથોમાં જણાવેલ છે કે જુદાઈ, પરાયાપણાને કારણે જ બધાં ડર પેદા થાય છે. મારા અને અન્ય વચ્ચે પરાયાપણાની લાગણી.
ધ્યાન તમને સાચી સમજણ આપે છે કે તમે તકલીફોથી ઘણા જ ઉપર છો. અને જ્યારે આવું થશે ત્યારે તમારામાં હિંમતનો સ્ત્રોત્ હશે જે તમને બધાથી અલગ હોવાનું ભાન કરાવશે.
સલાહ (સૂચન): ફરી જ્યારે તમને ડરનો અહેસાસ થાય ઍવી પરીસ્થિતિ ઉભી થાય જેમકે તમે પરીક્ષા ખંડમાં થોડા સમયમાં પરીક્ષા આપવા જતા હો , ત્યારે થોડી મિનિટ ધ્યાન કરી લો.
ઉંડા શ્વાસ લો અને ઉચ્છવાસ પર વધુ ધ્યાન આપો. પેટમાં ગડગડાટ થતો હોય કે છાતી સંકોચાતી હોય તેના તરફ જાગૃત થાવ. તમારી પરિસ્થિતિ વિશેના વિચારોને છોડી દો (જવા દો). અને ખરેખર શરીરમાં થઈ રહેલ ઝંણઝણાટી સંવેદના પર ધ્યાન કેન્દ્રિત કરો, સરળ લાંબા શ્વાસ છોડવાનું ચાલુ રાખો અને સંવેદનાઓ પર ધ્યાન રાખો - તેનાથી દૂર ન ભાગશો - જુઓ કે આવું કરવાથી થોડી મિનિટ પછી કેવું લાગે છે.
#2 ધ્યાનથી ડરથી બહાર આવવા મનને કેળવો.
ધ્યાનથી દરેક પરિસ્થિતિમાં (સારી કે ખરાબ) આપણી ચેતના વધે જ છે. નિયમિત ધ્યાન કરવાથી ધીરે ધીરે તમારું મન ડર અને બીજી લાગણીઓ છતાં સ્વસ્થ થતું જશે. જ્યારે આપણે આપણા ડરનો વિરોધ કરવાનું બંધ કરીશુ (છોડીશુ) ત્યારે શરૂઆતમાં ધ્યાનમાં અને પછીથી જીવનના દરેક સ્તરે, આપણી આંતરિક હિંમત કે જે આપણું ખરુ અસ્તિત્વ છે તે ઝળહળી ઉઠશે.
સલાહ (સૂચન): તમને બહાદુર થવા માટે પડકાર આપતી વસ્તુઓની યાદી કરો, પછી આંખો બંધ કરો અને ૫ થી ૨૦ મિનિટ શાંતિથી બેસો. જો તમે ધ્યાન શીખ્યા ન હો તો તમે "ઓન લાઇન" (કંપ્યૂટર ની વેબસાઇટ પરનું) ધ્યાન પણ કરી શકો છો. જ્યારે તમે આંખ ખોલશો, જવાબ વિશે વિચાર્યા સિવાય, દરેક મુદ્દા માટે કરવાના કાર્ય વિષે લખો અને જુઓ મન શાંત અને ઍકાગ્ર હોય ત્યારે કેવા સાચા જવાબ આવે છે.
#3 ધ્યાન તમને મજબૂત (સશક્ત) માનવી બનાવે છે
શું તમે ધ્યાનથી જોયું છે કે તમે જ્યારે કોઈ પણ બાબત માટે ચિંતિત હો છો ત્યારે હવે શું થશે તેનો મન વારંવાર વિચાર કર્યા જ કરે છે. જેમકે તમને કામના સ્થળે નકારાત્મક પ્રતિસાદ મળ્યો હોય અને બીજે દિવસે તમારા મૅનેજરનો સામનો કરવાનો હોય. શું તમને વારંવાર એનાજ વિચાર આવે છે કે તમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર અને શાંત છો?
અથવા તો તમને ગલીના કુતરાનો ખરાબ અનુભવ થયો છે અને હવે જ્યારે પણ કોઈ કુતરાને રસ્તા પર જુઓ છો તો ડરી જાઓ છો?
મોટા ભાગની આપણી સબંધિત વાતો, ચિંતા કે ડર એ બીજુ કંઇ નહીં પણ મનમાં વારંવાર એ વિષે આવતા વિચારો જ છે.સહજ સમાધિ ધ્યાન માં જે મંત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ તેમાં આ બધી છાપમાંથી મનને બહાર કાઢવાની શક્તિ છે અને મનને અવકાશમાં અને સુખદાયક પરિસ્થિતિમાં લઈ જાય છે.
જ્યારે મન આ ચોખ્ખા (સ્પષ્ટ), વિશ્વાસદાયક પરિસ્થિતિમાં હોય છે ત્યારે યોગ્ય નિર્ણય અને કાર્ય કરી માનસિક તણાવ અને લાગણીઓની મર્યાદામાંથી બહાર નીકળી શકે છે.
સલાહ (સૂચન): જ્યારે ડરની પરિસ્થિતિ ઉદભવે ત્યારે હમ...ની ક્રિયા કરો.
#4 ધ્યાનથી શક્તિ વધે છે જેનાથી દરેક વસ્તુ શક્ય બને છે
પ્રાણ, (જીવશક્તિ) જે તમને મજબૂત, ઉત્સાહી અને દ્રઢ બનાવે છે. જ્યારે આપણી શક્તિ (પ્રાણશક્તિ) વધુ હોય, ત્યારે સ્વભાવિક છે કે તમે વધુ હિમ્મતવાન હો.
તમે ક્યારેય અનુભવ (વિચાર) કર્યો છે કે તમને તમારી લાયકાત કરતાં ઘણું વધારે કેમ મળે છે? શક્ય છે કે તમે પ્રેમમાં હો ત્યારે અથવા તમારા ધ્યેયને પામવા બધું જ કરી છુટ્યા હો ત્યારે મળે છે,તમે જ્યારે ૧૦૦% જવાબદારી લો છો અને સંપૂર્ણપણે વર્તમાનમાં હોવ છો ત્યારે તમારામાં પુરી હિમ્મત હોવાની લાગણી અનુભવો છો.
સલાહ (સૂચન): કોઈ પણ કામ શરૂ કરતા પહેલા ૧૦-૧૫ મિનિટ ધ્યાન કરો. આનાથી તમે દિવસ દરમ્યાન કોઈ પણ પડકાર ને ઝીલવા માટે સક્ષમ બનશો.
શ્રી શ્રી રવિશંકરના જ્ઞાનના વાર્તાલાપોમાંથી પ્રેરિત
જનેટ્ટે સ્કોટ દ્વારા લખાયેલી
ક્રિસ ડેલ, એડવાન્સ મેડિટેશન કોર્સ શિક્ષક દ્વારા ઇનપુટ્સ પર આધારિત .