અષ્ટાવક્ર ગીતા
શ્રીશ્રી રવિશંકરજીએ ભારતમાં બેંગલોર ખાતે આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં કરેલા અષ્ટાવક્ર ગીતાના અદભૂત પ્રવચનો કે જે 1991માં રેકોર્ડ કરવામાં આવેલા.અષ્ટાવક્ર ગીતા મન,અહંકાર, વિવાદ અને આત્માનું પરીક્ષણ કરે છે જે આવી ગહનતાથી એક સદગુરૂ જ બતાવી શકે.શ્રીશ્રી એ બહુ સમજદારી અને હોંશીયારીથી પ્રાચીન જ્ઞાન, ઉત્તમ વાર્તાઓ- ઉદાહરણો અને વ્યવહારુ જ્ઞાનના સુંદર સમન્વયથી અને મોહક વાણીથી અષ્ટાવક્ર ગીતાને અમૂલ્ય અને સત્યજાણવા ઇચ્છતા જીજ્ઞાસુઓનો સાચો સાથીદાર બનાવી દીધો છે.
અહી ક્લિક કરો ..આપના નજીક ના કેન્દ્ર માં અષ્ટાવક્ર જ્ઞાન શ્રેણી ની જાનકારી માટે .
પતંજલિ યોગ સૂત્ર:
“પતંજલિ યોગનું મુખ્ય ધ્યેય છે માણસને ભૌતિકવાદના બંધન કે મોહપાશમાંથી મુક્ત કરવો. મન એ ભૌતિક પદાર્થોનું સર્વોચ્ચ સ્વરુપ છે અને મનુષ્ય જ્યારે ચિત્તના આ કાદવ કે અહંકારમાંથી મુક્ત થાય છે ત્યારે શુદ્ધ, પવિત્ર અને પરિપૂર્ણ બને છે." -શ્રીશ્રી રવિશંકર.
પતંજલિ યોગ સૂત્ર એ પ્રાયોગિક રીતે તારવેલા તથ્યોનો સંપુટ છે જે વિજ્ઞાન, કલા અને તત્વજ્ઞાનને ઉજાગર કરતો હોવાથી યોગ છે. શ્રીશ્રી રવિશંકરજી તેમના બહુ સરળ અને પ્રભાવશાળી વક્તવ્યમાં આ પૌરાણિક ગ્રંથને તપાસે છે અને સમજાવે છે કે યોગના સિદ્ધાંતોને આજના જીવનમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય, લાલસાઓ અને ઇચ્છાઓને કાબુમાં રાખીને જીવનને કઈ રીતે નિષ્પક્ષ છતાં ઉત્સાહી બનાવી શકાય, જ્ઞાનથી અને સજગતાથી મનની પ્રકૃતિ પર કાબૂ મેળવવા શું કરવું જોઇએ... આ અને આવા થોડા પ્રકરણો શ્રીશ્રીએ પોતાના વક્તવ્યમાં સમાવી લીધા છે. સમગ્ર વિશ્વના યોગના અસંખ્ય સાધકો આ પ્રવચનોના લખાણો અને વિડીઓનો લાભ લઇ રહ્યા છે.
અહી ક્લિક કરો ..આપના નજીક ના કેન્દ્ર માં પતંજલિ યોગ જ્ઞાન શ્રેણી ની જાનકારી માટે .