એશિયાના કેટલાક મોટા પછાત વિસ્તારો, અમેરિકાના અબજોપતી સભાગૃહ અને યુરોપના નાના ગ્રામ્ય વિસ્તારની શાળાઓથી લઈને યુદ્ધ પીડિત ભૂમિમાં રાહત કાર્યોમાં સુદર્શન ક્રિયાએ ઘણાં લોકોનાં જીવનને સ્પર્શ કર્યો છે.
છેલ્લા ૨૯ વર્ષોમાં આ સરળ લયબદ્ધ શ્વવાસોશ્વાસની પદ્ધતિના અગણિત અને વિભિન્ન ફાયદાના લાખો સાક્ષીઓ છે. સુદર્શન ક્રિયાની વિશિષ્ટતા છે તેની સર્વવ્યાપકતા અને સર્વજન દ્વારા સ્વિકૃતિ . તે વિવિધ જાતિ, શ્રદ્ધા , સિદ્ધાંતો, અને અલગ અલગ વયજૂથ ધરાવતા લોકોને સારું જીવન જીવવા માટેનું માધ્યમ પૂરું પાડે છે. તેનું રહસ્ય તેના આવિષ્કારમાં છે. સુદર્શન ક્રીયાના તત્વજ્ઞાનની ઓળખ, જાતિ અથવા રાષ્ટ્રીયતાને નથી સંબોધતી પણ તે ચેતનાના સ્તર પર કાર્ય કરે છે.
સુદર્શન ક્રીયાના દરરોજના અભ્યાસથી વ્યક્તિના વિવિધ સ્તરો ખુલે છે. અને તેનું ખુશ તેમજ પવિત્ર વ્યક્તિત્વ કૂદરતી રીતે બહાર આવે છે.