સુદર્શન ક્રિયા એક એવી પ્રક્રિયા છે જેમાં શ્વાસની પ્રાક્રુતિક્ લય સામેલ થાય છે. કે જે શરીર, મન અને ભાવનાઓને લયબધ્ધ કરે છે. આ અનુપમ શ્વાસની પ્રક્રિયા ક્રોધ, હતાશા અને નિરાશા જેવી નકારાત્મક ભાવનાઓ તણાવ અને થાકને દૂર કરે છે; જેથી વ્યક્તિ શાંત,ઉર્જાવાન, કેન્દ્રીત તેમજ વિશ્રામમય રહે છે.
( સુદર્શન ક્રીયા ની યૂ ટ્યૂબ વીડિયો ક્લિપ)
શ્વાસ દ્વારા ભાવનાઓ પર પ્રભાવ
યુરોપ ના સંશોધકોઍ શોધ્યુ છે કે શ્વાસ એ મન અંને શરીર બંનેને જોડતી ક્ડી છૅ - દરેક ભાવનાની એક વિશિષ્ટ શ્વાસની લય હોય છે જેમ કે:
જયારે આપણે ગુસ્સામાં હોઇએ ત્યારે: શ્વાસ ટૂંકા અને ઝડપી હોય છે | જયારે આપણે દુખી અથવા નારાજ હોઇએ ત્યારે: શ્વાસ લાંબા અને ઉંડા હોય છૅ |
આનું વિપરીત પણ સાચું છે. એટ્લે કે ચોક્કસ લયમાં શ્વાસ લેવાથી તેને અનુરૂપ ભાવના ઉત્પન્ન કરી શકાય છે. તો આપણી ભાવનાઓ દ્વારા પ્રભાવિત થવાને બદલે આપણે નિશ્ચિત શ્વાસો દ્વારા પોતાની ભાવનાને પરિવર્તિત કરી શકીએ છીએ.શ્વાસનો કુશળતાપુર્વક ઉપયોગ કરી કઈ રીતે આપણી મનોસ્થિતિ બદલી શકાય તે આપણે સુદર્શન ક્રીયાના માધ્યમથી શીખી શકીએ છીએ કે જેથી ગુસ્સો, બેચેની, હતાશા અને ચિંતા જેવી તણાવ ઉત્પન્ન કરતી નકારાત્મક ભાવનાઓથી મુક્તિ મળે છે અને મન સંપુર્ણ રીતે પ્રસન્ન, વિશ્રામમય અને ઉર્જાસભર બને છે.
ભાવનાત્મક સ્વસ્થતાથી એક સ્વસ્થ અને વિશેષ ઉપયોગી જીવન જીવવું
સુદર્શન ક્રીયા આજના અને ભુતકાળના ભેગા કરેલ તણાવથી મુક્ત કરીને શરીરના આખા તંત્રને લયબધ્ધ કરે છે. સંશોધન કરેલ અભ્યાસો દર્શાવે છે કે પ્રોલેકિટન - એક સ્વસ્થતા દર્શાવતો હૉર્મોન - સુદર્શન ક્રીયાના પહેલા જ સત્રથી નોંધપાત્ર માત્રામાં વધે છે.
જીવનના વિભિન્ન ક્ષેત્રના લોકો સુદર્શન ક્રીયાની ચમત્કારીક શક્તિથી આકર્ષાયા છે .
ગામડાના લોકો, કૉર્પોરેટ કંપનીના કર્મચારીઓ, ગ્રુહીણીઓ, કિશોરો , સૈનિકો, સરકારી તથા વ્યવસાયિક અગ્રણીઓ , કેદીઓ , કારખાનાના મજૂરો, યૂનિવર્સિટીના વિધ્યાર્થીઓ, વગેરે બધાજ ક્ષેત્રના લોકો; પૃથ્વીના બધા ઉપખંડોમા , આ અત્યંત શક્તિશાળી શ્વાસની પ્રક્રિયા ( સુદર્શન ક્રીયા) ના અનંત અને વિભિન્ન ફાયદાના સાક્ષી બન્યા છે .
એ સ્પષ્ટ છે કે આપણી ઉત્પાદકતા, ઉપયોગીતા , એકાગ્રતા, શીખવાની ક્ષમતા અને સફળતા આપણી ભાવનાત્મક સ્વસ્થતા સાથે સીધી રીતે સંકળાયેલા છે. સુદર્શન ક્રીયાના લાભ લેવો કોઇપણ પરિવાર, ધંધા અથવા સંસ્થા માટે સુગમ છે. અને એના સારા પરિણામ સમય સાથે વધે છે.
સુદર્શન ક્રિયા શીખો
એક શક્તિશાળી શ્વાસની પ્રક્રિયા જે તમારા જીવનને બદલી શકે છે.