નાડીશોધન પ્રાણાયામ શ્વાસોચ્છવાસની સુંદર પ્રક્રિયા છે. થોડી મિનિટો સુધી કરવા માત્રથી મનને શાંત , ખુશ અને નિશ્ચલ રાખે છે. નાડીશોધન એકત્ર થયેલ તણાવ અને થકાવટ્ને દુર કરવામાં મદદરૂપ થાય છે,શ્વાસોચ્છવાસની આ પ્રક્રિયા નાડીશોધન પ્રાણાયામ તરીકે ઓળખાય છે. કારણ કે તે શરીરની બંધ થયેલી નાડીઓને સાફ કરવામાં મદદરૂપ થાય છે. જેને પરિણામે મન શાંત થાય છે, તે અનુલોમ –વિલોમ પ્રાણાયામ તરીકે પણ ઓળખાય છે.
(nadi = subtle energy channel; shodhan = cleaning, purification; pranayama = breathing technique)
નાડીશોધન પ્રાણાયામ કેવી રીતે કરવા ?
- આરામથી બેસો, કરોડરજ્જુ સીધી અને ખભા ઢીલા. તમારા ચહેરા પર હળવું સ્મિત્ રાખો
- તમારો ડાબો હાથ,ડાબા ઘુંટણ પર રાખો, હથેળી આકાશ તરફ ખુલ્લી રાખો, અથવા ચીન મુદ્રા માં. (અંગુઠો અને પહેલી આંગળીના ટેરવા હળવેથી સ્પર્શે એ રીતે )
- જમણા હાથની પ્રથમ બે આંગળીના ટેરવા, બે ભ્રમરો ની વચ્ચે, છેલ્લી બે આંગળીઓ ડાબી નાસિકા પર અને અંગુઠો જમણી નાસિકા પર. આપણે છેલ્લી બે આંગળીઓ ડાબી નાસિકા ખોલ-બંધ કરવા અને અંગુઠો જમણી નાસિકા ખોલ-બંધ કરવા ઉપયોગમાં લઇશુ.
- જમણી નાસિકાને અંગુઠાથી દબાવો અને ડાબી નાસિકાથી ધીમેથી શ્વાસ છોડો.
- હવે ડાબી નાસિકાથી શ્વાસ લો અને પછી ડાબી નાસિકા ને ધીમેથી છેલ્લી બે આંગળીઓથી દબાવો. જમણી નાસિકા પરથી અંગુઠો દુર કરી જમણી નાસિકાથી શ્વાસ છોડો.
- જમણી નાસિકાથી શ્વાસ લો અને ડાબેથી છોડો. આ રીતે એક રાઉન્ડ પુરો થયો. આ રીતે નાડીશોધન વારાફરતી ડાબી અને જમણી નાસિકાથી ચાલુ રાખો.
- આ રીતે બન્ને નાસિકાનો ઉપયોગ કરી, નાડીશોધનના નવ રાઉન્ડ પુરા કરવા. દરેક ઉચ્છવાસ પછી યાદ રાખો કે જ્યાંથી શ્વાસ છોડ્યો હોય તે જ નાસિકાથી શ્વાસ લેવો. સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમારી આંખો બંધ રાખો. અને કોઇ પણ પ્રયત્ન કે બળ વિના લાંબા ,ઊંડા શ્વાસ સતત ચાલુ રાખો.
આથી નાડીશોધન પછી નાનકડું ધ્યાન કરવું એ સારો વિચાર છે. This breathing technique can also be practiced as part of the Padma Sadhana sequence.
નાડીશોધન ના લાભો
- મનને શાંત અને કેન્દ્રસ્થ બનાવવાની ઉત્કૃષ્ટ શ્વાસોચ્છવાસની પ્રક્રિયા છે
- આપણા મનનો સ્વભાવ છે.ભુતકાળ વાગોળવો,પસ્તાવો કરવો અને ભવિષ્ય વિશે ચિંતા કરવી.નાડીશોધન પ્રાણાયામ મનને વર્તમાન ક્ષણમાં લાવવામાં મદદરૂપ થાય છે
- નાડીશોધન પરિભ્રમણ અને શ્વસનતંત્રની સમસ્યામાં થેરાપીનુ કાર્ય કરે છે
- શરીર અને મનના ભેગા થયેલા તણાવને અસરકારક રીતે દૂર કરે છે અને સહજ થવામાં મદદરૂપ થાય છે.
- મગજના જમણા અને ડાબા ભાગને લયબદ્ધ કરવા મદદરૂપ થાય છે,જે આપણા વ્યક્તિત્વની તાર્કિક અને ભાવનાત્મક બાજુઓને અસર કરે છે.
- નાડીઓને શુધ્ધ અને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. જેથી શરીરમાંથી પ્રાણઉર્જા વહેતી રહે.
- શરીરના તાપમાનને જાળવે છે.
નાડીશોધન પ્રાણાયામ કરતીવખતે ધ્યાનમા રાખવાના મુદ્દાઓ
- શ્વાસ લેતી વખતે જોર /બળ કરવુ નહિ. સરળતાથી પ્રાકૃતિક લયમાં શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરવી.મોઢાથી શ્વાસ લેવો નહિ અથવા શ્વાસ લેતી વખતે અવાજ કરવો નહિ. ઉજ્જયી શ્વાસ લેવો નહી
- કપાળ પર અને નાસિકા પર આંગળીઓ હળવેથી રાખવી. વધારાના કોઇ જોશની જરૂર નથી..
- જો તમને ઉદાસી લાગે અને ઊંઘ આવતી જણાય તો, નાડીશોધન કરતી વખતે શ્વાસ(અંદર) અને ઉચ્છવાસ (બહાર)નો સમય ચકાસો. તમારા શ્વાસ કરતા ઉચ્છવાસ વધારે લાંબો હોવો જોઇએ.
Contraindication
કંઈ નઈ આપ આર્ટ ઓફ લિવિંગ યોગશિક્ષક પાસેથી આ પ્રાણાયામ શીખી લો પછી દિવસમાં 2-3 વાર ભુખ્યા પેટે પ્રાણાયામ કરવા.
યોગની પ્રક્રિયા . શરીર અને મનને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે, તે દવાનો વિકલ્પ નથી.. તાલીમ પામેલા આર્ટ ઓફ લિવિંગ યોગશિક્ષકના નિરીક્ષણ હેઠળ યોગ –યોગસન શીખવા જરૂરી છે .કોઇક મેડિકલ પરિસ્થિતિમાં યોગાસન કરતા પહેલા તમારા ડોક્ટર અને આર્ટ ઓફ લિવિંગ યોગશિક્ષકની સલાહ લેવી. તમે જ્યાં રહો છો ત્યાં નજીકના આર્ટ ઓફ લિવિંગ સેન્ટરમાં આયોજિત આર્ટ ઓફ લિવિંગ યોગકોર્સ ની તપાસ કરો.
તમને યોગશિબિર વિશે કોઇ માહિતી જોઇએ છે? તમારે તમારા અભિપ્રાયો કહેવા છે ? તો અમને લખો info@srisriyoga.in