પતંજલી યોગસૂત્ર જ્ઞાનપૃષ્ઠ-૧
આપણે એક વાર્તાથી શરૂઆત કરીશુ, જે જ્ઞાન આપવા માટેની સૌથી અસરકારક અને મહાન રીત છે. એક વખત, ઘણા સમય પહેલા બધા મુનિઓ અને ઋષિઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને જણાવ્યું કે તમે ભગવાન ધનવાંતરીના સ્વરૂપે આયુર્વેદથી બિમારી દૂર કરવાના ઈલાજ આપ્યા છે, છત્તા લોકો બિમાર થાય છે. અમારે એ જાણવું છે કે લોકો બિમાર પડે ત્યારે શું કરવું?
ઘણીવાર બિમારી ફક્ત શારીરિક ના હોય, પરંતુ સાથે સાથે માનસિક અને લાગણીની હોય જેમ કે ગુસ્સો, કામુક્તા,લોભ,ઈર્ષ્યા વગેરેને પણ સંભાળવાના હોય છે. આ બધી તકલીફોથી વ્યક્તિ કેવી રીતે છૂટકારો મેળવી શકે? તેનો શું ઉપાય છે?
વિષ્ણુ હજાર ફેણવાળા આદિશેષનાગની શૈયામાં આરામ કરતા હતા. જ્યારે ઋષિઓ તેમને મળવા આવ્યા ત્યારે તેમણે તેમને સજગતાનો પ્રતિક શેષનાગ આપ્યો ,જેણે મહર્ષિ પતંજલી રૂપે વિશ્વમાં જન્મ લીધો.
આમ, પતંજલી આ પૃથ્વી પર યોગનું જ્ઞાન પ્રદાન કરવા અવતર્યા, જે યોગસૂત્ર તરીકે જાણીતું છે.પતંજલીએ જણાવ્યુ કે જ્યાં સુધી ૧૦૦૦ લોકો ભેગા ના થાય ત્યા સુધી હૂં યોગસૂત્ર વિશે જાણકારી નહીં આપું. આથી, વિન્ધ્યાચલની દક્ષિણે ૧૦૦૦ લોકો તેમને સાંભળવા ભેગા થયા.
પતંજલીની બીજી શરત હતી- તેઓ તેમની અને શિષ્યો વચ્ચે પડદો રાખશે અને કોઈએ પડદો ઉચકવો નહી કે ત્યાંથી જવું નહી. જ્યાં સુધી તેઓ પૂરૂ ના કરે ત્યાં સુધી બધાએ હોલમાં જ રહેવું પડશે.
પતંજલીઍ પડદા પાછળ રહીને ૧૦૦૦ લોકો ભેગા થયા હતા તેમને જ્ઞાન આપ્યું. તેઓ બધાએ જ્ઞાન ગ્રહણ કર્યુ. આ એક અદભૂત ઘટના હતી અને વિદ્યાર્થીઓ પણ સમજી નહોતા શકતા કે તેઓ આ જ્ઞાન કેવી રીતે મેળવી રહ્યા છે, કેવી રીતે ગુરુજી પડદા પાછળથી એક પણ શબ્દ બોલ્યા વગર તેમાંના દરેકને સમજાવી શકે છે.
દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત હતી.દરેક જણે શક્તિના એવા સ્ફોટનો, ઉત્સાહના એવા પ્રવાહનો અનુભવ કર્યો કે જે તેઓ સમાવી નહોતા શકતા.છત્તા તેમણે શિસ્ત જાળવવાની હતી.
લેખોની હારમાળામાં આ પ્રથમ છે.
પતાંજલી યોગસૂત્ર પર શ્રી શ્રી રવિશંકરના ભાષ્ય પર આધારિત
પતંજલિ યોગ સૂત્રની પ્રસ્તાવના વાંચો
પતંજલિ યોગ સૂત્રો:પૂજ્ય શ્રી શ્રી દ્વારા ટીપ્પણી
પતંજલિ યોગ સૂત્ર:શ્રી શ્રીનું ભાષ્ય
પરંતુ એક નાના બાળકને કુદરતી હાજત માટે બહાર જવું પડ્યું. એટલે તે રૂમની બહાર ગયો. તેણે મનોમન વિચાર્યું કે તે ચુપચાપ જશે અને ચુપચાપ શાંતિથી પાછો આવી જશે. બીજી એક વ્યક્તિને ઉત્સુકતા થઈ કે ગુરુજી પડદા પાછળ શું કરી રહ્યા છે? મારે
જોવું છે.
શું બાળકે પડદો ઉંચક્યો? આવતા બુધવારે આના પછીના પતંજલી યોગની જ્ઞાનપૃષ્ઠમાં જાણો.
તમે આ વાર્તામાંથી શું બોધ લીધો?
આ વાર્તામાં ઘણી ગહનતા છે. પુરાણો કોઈ ખુલાસો કરતા નથી. તેમાં તો ફક્ત વાર્તા હોય છે અને તેનું અર્થઘટન આપણે કરવાનું હોય છે. તો તમારે બધાએ શું શોધી કાઢવાનું છે?
કેવી રીતે ગુરુજીએ એક પણ શબ્દ બોલ્યા વગર દરેકને જ્ઞાન આપ્યું?
પડદાનું શું મહત્વ છે?
<<પતંજલી યોગ સૂત્રની પ્રસ્તાવના
(શ્રી શ્રી રવિશંકરના પતંજલી યોગ સૂત્ર પરના ભાષ્યપર આધારિત જ્ઞાન પૃષ્ઠોની હારમાળાનો આ એક અંશ છે)