સર્વાંગાસન

 

સર્વાંગાસન કેવી રીતે કરવું

જો તમને અસામાન્ય બ્લડ પ્રેશર ,ઝામર,આંખનો પડદો ખસી જવો, થાઇરોઈડની લાંબા સમયથી સમસ્યાઓ, ગરદન કે ખભાની ઈજા થયા હોય તો સર્વાંગાસન કરતાં પહેલા તમારા શિક્ષક તથા ડોક્ટરની સલાહ લો..

સર્વાંગાસન

  • તમારી પીઠ પર સૂઈ જાવ.એકી પ્રયત્ને તમારા પગ,થાપા અને પીઠ ઊંચા કરો જેથી તમે તમારા ખભા ઉપર ઊંચકાવ. તમારી પીઠને હાથ વડે સહારો આપો.
  • તમારી કોણીઓને એક્બીજાની નજીક લાવો અને તમારા  હાથને પીઠ પર ધીરે ધીરે  ફેરવી ખભાના હાડકા તરફ લઇ જાવ.કોણીઓને જમીન પર અને હાથને પીઠમાં દબાવીને પગ સીધા રાખો. તમારું વજન તમારા ખભા તથા બાવડા પર લદાયેલું હોવું જોઈએ અને નહી કે તમારા માથા અને ગરદન પર.
  • પગને સ્થિર રાખો.તમે જાણે છત પર પદચિહ્ન પાડી રહ્યા છો તેમ અમારી એડીઓને ઊંચી કરો.પગના અંગુઠાને નાકની ઉપર લાવો.હવે તેમને ઊંચા કરો. તમારી ગરદન પર ધ્યાન આપો.તેને જમીનમાં જ દબાવશો નહી.તેના કરતાં ગરદનના સ્નાયુઓને સહેજ ખેંચતા હોવ તેમ કરીને ગરદનને અક્કડ રાખો . છાતીના હાડકાને દાઢી સામે લાવો. જો તમને ગરદનમાં કોઈ તણાવ જણાય તો આસનમાંથી બહાર આવી જાવ.
  • ઊંડા શ્વાસોચ્છવાસ ચાલુ રાખો અને આસનમાં ૩૦-૬૦ સેકંડ માટે રહો.
  • આસનમાંથી બહાર આવવા, ઢીંચણને કપાળ તરફ  નમાવો. તમારા  હાથને જમીન પર લાવી, હથેળીઓ જમીન પર ઊંધી મુકો.માંથું ઊંચું કર્યા વગર ધીરેથી તમારી કરોડરજ્જુને એક એક  મણકા દ્વારા સંપૂર્ણપણે જમીન પર નીચે લાવો. પગને જમીન પર નીચે લાવો. ઓછામાં ઓછી ૬૦ સેકંડ માટે વિશ્રામ કરો.

સર્વાંગાસનના ફાયદા

  • થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથીઓને ઉત્તેજિત કરે છે અને તેમના કાર્યોને રાબેતા મુજબના બનાવે છે.
  • ખભા તથા બાહુઓને મજબૂત કરે છે અને કરોડરજ્જુને કુમાશવાળી રાખે છે.
  • મગજને વધારે  રક્તથી પોષણ આપે છે.
  • હ્રદયમાં શીરાઓનું વધારે રક્ત પહોંચાડીને હૃદયના સ્નાયુઓને ખેચાણ આપે છે.
  • કબજીયાત, અપચો તથા વેરીકોસ વેઇન્સમાં રાહત આપે છે.

 

તમામ જુઓ -પીઠ પર સૂઈને કરવાના યોગાસનો

<< હલાસન પવનમુક્તાસન >>

 

(યોગાસનો)

યોગનો અભ્યાસ શરીર તથા મનના વિકાસમાં સહાય કરે છે, સ્વાસ્થ્યના ઘણા ફાયદા કરે છે, છતાં તે દવાનો વિકલ્પ નથી. તાલીમ પામેલાઆર્ટ ઓફ લીવીંગના યોગ ના શિક્ષકની દોરવણી હેઠળ યોગાસન શીખવા અને અભ્યાસ જારી રાખવો એ અગત્યનું છે. કોઈ બિમારીના સંજોગોમાં ડોકટર તથા આર્ટ ઓફ લીવીંગના યોગના શિક્ષકની સલાહ લઈને યોગનો અભ્યાસ કરવો.તમારા નજીકના આર્ટ ઓફ લીવીંગના કેન્દ્ર  માં  આર્ટ ઓફ લીવીંગ  યોગના કોર્સ વિષે માહિતી મેળવો. શું તમારે કોર્સીસ વિષે માહિતી જોઈએ છે કે તમારા મંતવ્યો વ્યક્ત કરવા ઈચ્છો ? અમને  info@srisriyoga.in પર લખો.