આપણી તણાવપૂર્ણ જીવન શૈલીને કારણે ઘણી આરોગ્ય વિષયક મુશ્કેલીનો સામનો કરીએ છીયે.કદાચ સ્થૂળતા આ બધી નુકશાનકારક સ્થિતિમાંનું ઍક છે. ઍવી સ્થિતિ કે જેમાં વધારાની ચરબી જમા થાય છે, શરીરમાં તેનો સંગ્રહ થાય છે, તેને સ્થૂળતા/ જાડાપણું કહેવાય. સ્થૂળતાથી હ્રદયરોગ જેવા તંદુરસ્તી સામેના જોખમો વધે છે.
સ્થૂળતા શું છે?
ડબલ્યુ ઍચ ઑ (WHO) ની વેબસાઇટ પર પ્રાપ્ત માહિતીને આધારે સમગ્ર વિશ્વમાં સ્થૂળતામાં બેવડો વધારો થયો છે. ૨૦૦૮ માં, ૩અબજ સ્ત્રીઓ અને ફક્ત 2 અબજ પુરુષો સ્થૂળતા ધરાવતા હતાં. આ આંકડાઓથી તમને તમારી તંદુરસ્તી વિષે ચિંતા થાય છે? તમને પરસેવો છૂટે તે પહેલાં સમજી લો કે તમને "સ્થૂળતા" ન પણ હોય. ટેકનિકલ રીતે કહીએ તો સ્થૂળતાઍ વધારે વજનથી અલગ છે. સરળ શબ્દોમાં, બૉડી માસ ઇંડેક્સ (BMI) ૨૫ હોય તો વધુ વજન કહેવાય, પરંતુ બી ઍમ આઇ જો ૩૦ થી વધુ હોય તો તેને સ્થૂળતા કહેવાય.
આમાંથી બહાર નીકળવાનો માર્ગ કયો?
તમે કઇ શ્રેણીમાં આવો છો તે યાદ રાખ્યા વિના વિચારો કે બંને પરિસ્થિતિ તમારી માટે ગંભીર સૂચનો કરે છે. સ્થૂળતાથી કઈ રીતે છુટકારો મેળવવો તે જાણવા ઈચ્છો છો તો તમે સાચા રસ્તા પર છો. તમારા સ્થૂળતા ઘટાડવાના કાર્યમાં, સૌથી મહત્વનું કામ છે તમને નુકશાન કરતી વસ્તુઓ છોડી દો અને તમારી તંદુરસ્તી માટે સારી વસ્તુઓને અપનાવો. શરૂઆતમાં, તમે ખાતરી કરી લો કે તમેતંદુરસ્ત ખોરાકના ચાર્ટ ને અનુસરો છો અને શારીરિક કસરત કરો છો . જો જીમમાં જવાનો વિચાર તમને આદર્શ ન લાગતો હોય તો તેનો વિકલ્પ છે – યોગાસન.
પ્રાકૃતિક રીતે પુનઃ સ્વસ્થ બનો
યોગ ઍક પ્રાચીન પદ્ધતી છે, જે હંમેશા પવિત્ર જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે, આહારની ટેવોમાં સુધારો કરે છે અને શારીરિક સ્વસ્થતા પણ લાવે છે. ઍક કુદરતી ઉપચારપદ્ધતિ હોવાથી વિવિધ મુદ્રાઓ દ્વારા નિયંત્રિત શ્વાસોચ્છવાસ કેળવતી ઍક સંપૂર્ણ ફાયદાકારક પદ્ધતિ છે. અને ઍલોપથીની વજન ઘટાડવાની:ગોળીઓનો ઍક ઉત્તમ વિકલ્પ છે. તમારો BMI (બૉડી માસ ઇંડેક્ષ) ઉંચો થયો હોય અથવા તમે શારીરિક સ્વસ્થતા ઈચ્છતા હો તો યોગાસન ઉત્તમ છે.
અહીં કેટલીક યોગાસનની પદ્ધતિઓ આપી છે, જેની મદદથી તમે તમારા વજન ઘટાડવાના પ્રયાસની શરૂઆત કરી શકો છો
આ શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ચયાપચયની ક્રિયામાં વધારો કરે છે. અને તે રીતે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે..
આ આસન પેટ / પેડુના તેમજ ગુદાના સ્નાયુઓને મસાજ કરે છે અને મજબૂત બનાવે છે. તે પાચનક્રિયામાં પણ સુધારો કરે છે અને જાડાપણું/સ્થૂળતા ઘટાડવામાં ખૂબ અસરકારક છે.
આ આસન શરીરના સમતોલનમાં સુધારો કરે છે અન સહનશક્તિમાં વધારો કરે છે. આ આસન કરવાથી પેટ / પેડુના અવયવોમાં પણ સમતુલન આવે છે.
દંડાસન
આ આસન પેટ માટેનુ ઉત્તમ ટોનર છે. તે કમરની ઉપરના શરીર માટે સારુ છે કારણ કે તે હાથ અને કાંડાને મજબૂત કરે છે.
આ આસન આંતરડા અને પેટના સ્નાયુઓમાં ખેંચાણ ઉભું કરે છે..
આ આસન પેટના સ્નાયુઓને મજબૂત કરે છે, પાચન સુધારે છે અને આંતરડાને સક્રિય બનાવે છે.
Tઆ આસન પેટ અને પેટના સ્નાયુઓને મસાજ કરે છે અને મજબૂત બનાવે છે.
આ આસન પેટના સ્નાયુઓને મજબૂત અને સક્રિય બનાવે છે. તે તણાવ અને થાકને દૂર કરે છે
બદલાતી જીવનશૈલી
જો સમગ્રપણે સારી જીવનશૈલી પસંદ કરવામાં આવે તો સ્થૂળતા ઘટાડવાના દરેક પ્રયત્ન અસરકારક બને છે અને મહત્વપૂર્ણ સુધારો જોઈ શકાય છે. યોગાસન કરવા ઉપરાંત આયુર્વેદિક જીવનશૈલી અપનાવવાથી વજન ઘટાડવાના પ્રયાસોને બળ / પ્રોત્સાહન મળે છે. ઘણીવાર યોગસાધનાની બહેન તરીકે આયુર્વેદ નો સંદર્ભ આપવામાં આવે છે કે ઍ યોગ જેટલા જ વખતથી જાણીતું છે. આયુર્વેદ ઍક પ્રાકૃતિક અને પવિત્ર પ્રાચીન પદ્ધતિ છે.
તમારી મર્યાદાને માન આપો
યોગસાધનાથી તમને શરૂઆતમાં ડર લાગશે પરંતુ ખરેખર વધુ પડતી સ્થૂળતાને કાબૂમાં લેવાનો સરળ વિકલ્પ છે. કેટલાક યોગ આસનોમાં શરીરને વાળવાનું મુશ્કેલ લાગે, પરંતુ રોજના મહાવરાથી દિવસે ને દિવસે તમે વધુ સારી રીતે શરીરને ખેંચી અને વાળી શકશો. ઍ યાદ રાખવું ખૂબ મહત્વનું છે કે તમારા શરીરની પોતાની મર્યાદા છે અને આ મર્યાદાથી વધુ શરીરને ઝુકાવવુ ઍ ડહાપણભર્યુ નથી. તમારું શરીર અનુમતિ આપે ઍટલુંજ શરીરને ખેંચો અને પછી ઍ જ ઢબમાં જાગૃતિપૂર્વક શ્વાસ લેતાં વિશ્રામ કરો.
વજન ગુમાવો, મન ગુમાવશો નહીં
યોગસાધના ક્યારેય ઝડપથી વજન ઘટાડવાની ઑફર નહીં કરે, છતાં તેની અસર લાંબા સમય સુધી રહે છે. શરૂઆતમાં કદાચ તમને લાગે કે વજન ઘટાડા બાબતે કોઈ પ્રગતિ કરતાં નથી. પરંતુ શરીર પ્રતિસાદ આપવાનું શરૂ કરશે અને પાછું સુડોળ બની જશે. હંમેશા યાદ રાખો, ધીરજ અનિવાર્ય છે. આશા ગુમાવશો નહીં અને નિયમિત રીતે યોગાસન કરો. તમારા યોગશિક્ષક ને વાત કરો અનેતમારું વજન ઘટાડવા માટે શિસ્તબધ્ધ કાર્યક્રમ તૈયાર કરો.
તંદુરસ્ત શરીર શાંત અને ગ્રહણશીલ મનનું ઘર બની શકે. તે તમને માત્ર સુંદર દેખાવ જ નથી આપતું, પરંતુ વિશ્વાસમાં પણ વધારો કરે છે. તથા તમારી તંદુરસ્તી અંગેના જોખમો દૂર કરે છે, જેથી તમે મુક્તપણે જીવનનો આનંદ માણી શકો. યોગસાધના તમને, તમારા શરીરને નુકસાન કરતી બાબતોને દૂર કરી, બધું જ મેળવવામાં મદદરૂપ થાય છે. તો ચાલો, તમારી યોગામેટ પાથરો અને સ્થૂળતા સામે લડવાનો કુદરતી માર્ગ અપનાવો.
યોગસાધના પુષ્કળ ફાયદાઓ આપીને, શરીર અને મનનો વિકાસ સાધવામાં મદદરૂપ થાય છે. છતાં દવાનો વિકલ્પ નથી. ઍ ખૂબ મહત્વનું છે કે યોગાસન, તાલીમ પામેલઆર્ટ ઓફ લિવિંગ યોગ શિક્ષકનાં નિરીક્ષણ હેઠળ શીખવા અને કરવાં જોઇઍ. કોઈપણ આરોગ્યવિષયક સ્થિતિમાં, શ્રી શ્રી યોગશિક્ષક અને ડોક્ટરની સલાહ લીધાં પછી જ યોગાસન કરવા.તમારા નજીકના આર્ટ ઓફ લિવિંગ કેન્દ્રમાં
આર્ટ ઓફ લિવિંગ યોગશિબિર વિશે માહિતી મેળવો. તમને પ્રોગ્રામ વિષે કોઈ માહિતીની જરૂર છે? અથવા ફેસબુક પર તમારો અનુભવ કહેવા ઈચ્છો છો? તો અમને લખો info@artoflivingyoga.in