તમારા યોગાસનની દિનચર્યાને ક્ર્મશઃ યોગનિદ્રા માટેના સુચનો દ્વારા પૂર્ણ કરો.
યોગાસન પછી યોગનિદ્રા કોઇ ખાસ પ્રયત્ન વિનાનો સરળતાપૂર્વકનો વિશ્રામ છે.
પોતાને પુછો: યોગાસન પછી તમે શું કરો છો? બારીની બહાર જૂઓ છો? દિવસ દરમિયાન કરવાના કાર્યનું આયોજન કરો છો? કે જ્યુસ પીવાના વિચારે તમારું મગજ દોડવા માંડે છે ?
મોટા ભાગના લોકો યોગાસનને શરીર માટે સમજે છે. સત્ય એ છે કે યોગાસન શરીર અને મન બન્નેને સંપુર્ણ વિશ્રામ આપે છે. અને તમારી યોગસાધનાને વધુ અસરકારક બનાવવા માટે યોગાસનને અંતે યોગનિદ્રા આદર્શ છે.
કારક બનાવવા માટે યોગાસનને અંતે યોગનિદ્રા આદર્શ છે.
જેમ કારની લાંબા અંતરની મુસાફરી પછી એન્જિનને બંધ કરી, ઠંડુ કરવું પડે છે તે જ રીતે યોગાસન પછી શરીરને શાંત કરવા માટે યોગનિદ્રાની જરુર પડે છે. યોગસાધના દરમિયાન ઉદભવેલ પ્રાણ ઊર્જાને સંતુલિત કરવામાં અને જાળવવામાં યોગનિદ્રા મદદરૂપ થાય છે. યોગનિદ્રા સમગ્ર શરીરના તંત્રને સરળ બનાવે છે અને પ્રાણાયામ અને ધ્યાન માટે તૈયાર કરે છે. આથી એ ખૂબ મહત્વનું છે કે યોગાસન પછી યોગનિદ્રા માટે પુરતો સમય રાખો.
ચાલો યોગનિદ્રા માટે તૈયાર થઇ જઇએ.
યોગનિદ્રામાં, આપણે સતત આપણું ધ્યાન શરીરના વિવિધ ભાગો પર લઇ જઇએ છીએ. જે, જે-તે ભાગની નસોને સક્રિય બનાવે છે અને આપણા તંત્રમાં આસનોની સકારાત્મક અસરને સંગ્રહિત કરવામાં મદદ કરે છે .
અહીં એક પછી એક યોગનિદ્રાના પગથિયાનું માર્ગદર્શન આપેલ છે.
સૂચન : તમારા શરીરને હળવી ચાદરથી ઢાંકી લો તો એ વધારે સારું રહેશે, જેથી ગરમી જળવાયેલી રહે. જ્યારે આસનો કરો છો ત્યારે શરીરમાં ઊર્જા ઉત્પન્ન થઇ હોય છે. આમ પણ તાપમાનમાં એકાએક ઘટાડો આરોગ્ય માટે હિતાવહ નથી.
યોગનિદ્રાના લાભો
- યોગાસનો પછી તે શરીરને ઠંડુ કરે છે અને સામાન્ય તાપમાનને જાળવે છે.
- યોગાસનની અસર જાળવવા માટે ચેતાતંત્રને સક્રિય કરે છે.
- શરીરના ટોક્સીન( ઝેરી તત્વો)ને બહાર ફેંકે છે.
- શવાસનમાં. પીઠ પર સીધા સુઇ જાવ.આંખો બંધ રાખો વિશ્રામ કરો. થોડા ઊંડા શ્વાસ લો અને છોડો. એક વાત ખાસ યાદ રાખો... ધીમા , વિશ્રામપુર્ણ સામાન્ય શ્વાસ લો. ઉજ્જયી શ્વાસ નહીં.
સુચન: જો તમને શરીરના નીચેના ભાગમા દર્દ થતુ હોય, અથવા અનુકુળ ન જણાતું હોય તો તમારી સ્થિતિને અનુકુળ કરવા શરીરને સૂતાં સૂતાં થોડું હલાવી લો. જરૂર લાગે તો ઓશીકાનો ઉપયોગ કરી શકો છો, જેથી પગની સ્થિતિને વધુ અનુકૂળ બનાવી શકાય. - તમારું ધ્યાન હળવેથી જમણા પગ પર લઇ જઇને શરૂઆત કરો.તમારા પગને વિશ્રામ આપતા તમારું ધ્યાન થોડી સેકન્ડો સુધી ત્યાં રાખો.પછી તમારું ધ્યાન ધીમેથી જમણા ઘુંટણ, જમણી જાંઘ અને જમણા થાપા/નિતંબ પર લઇ જાવ. (થોડી સેકન્ડ માટે)તમારા આખા પગ પ્રત્યે જાગૃત થઇ જાવ. અને આ જ પ્રક્રિયા ડાબા પગ માટે કરો.
- આ જ રીતે તમારું ધ્યાન શરીરના બધા ભાગો પર લઇ જાવ. જનનેન્દ્રિય,પેટ , નાભિપ્રદેશ,છાતી,જમણો ખભો અને જમણો હાથ, ડાબો ખભો અને ડાબો હાથ,ગરદન, ચહેરો અને શિરની ચોટી પર.
- લાંબા ઊંડા શ્વાસ લો, શરીરમાં થતા સ્પંદનોની અનુભૂતિ કરો અને થોડી મિનિટો સુધી આ સ્થિતિમાં સ્થિર રહી, વિશ્રામ કરો.
- હવે, ધીમે ધીમે તમારા શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે જાગૃત થઇ જાવ. અને જમણા પડખે ફરી આ જ સ્થિતિમાં વિશ્રામ કરો.
- તમારો પોતાનો જરૂરી જણાય તેટલો સમય જમણા પડખે વિશ્રામ કર્યા પછી ધીમેથી બેસી જાવ. અને જ્યારે તમને અનુકૂળ લાગે ત્યારે ધીમેધીમે, હળવેથી તમારી આંખો ખોલો.
વિશ્રામ માટે સૂક્ષ્મ યોગા એ પણ એક ઝડપી પદ્ધતિ છે.
યોગનિદ્રા , યોગસનના અંત માટેની આનંદપુર્ણ અને કોઇ ખાસ પ્રયત્ન વિનાની પદ્ધતિ છે. માત્ર બધું જ છોડીને વિશ્રામ અને પછીની અનુભૂતિનો આનંદ મેળવો.
(આર્ટ ઓફ લિવિંગ યોગ શિક્ષક શ્રી દિનેશ કાસીકર અને શ્રીરામ સર્વોત્તમના માર્ગદર્શનને આધારે )
<< યોગ દ્વારા શરીરની સમતુલા જાળવોસુંદર યોગનિદ્રા માટેના સુચનો>>