ખરતા વાળને અટકાવવા માટે યોગ.

શું વાળ ઓળતી વખતે તમે કરોડરજ્જૂમાં એક ઝણઝણાટી અનુભવો છો? તો તમે યોગ કરો જેથી તમે ખરતા વાળ રોકી શકો. અગત્યનું  છે કે યોગ પહેલા પગથિયાથી કરવું જરૂરી છે જેથી પરીણામ  સારા મળશે. એક કહેવત છે કે ઇલાજ કરાવવા કરતાં અગાઉથી સાવચેતી રાખવી સારી.

તમે નીચે વાંચો કે આપણી જુનવાણી પધ્ધતિ ખરતા વાળ કેવી રીતે અટકાવે છે. એક પ્રસિધ્ધ સામયિકના થોડા માસિક અંકો ઉથલાવતા મારા હાથમાં એક "ખરતા વાળ" પરનો વિશેષાંક આવ્યો. મને ખાતરી છે કે આ સામયિકના પ્રકાશક  પાસે આની એક કૉપી પણ નહી મળે. "ખરતા વાળ" અંગેની આ ચોપડી વાંચતાં વાંચતાં મેં વિચાર્યું કે વેબ સેવી લોકો સાથે હું  આ શેર કરું કારણ કે લોકો આવા સર્વ સામાન્ય સમસ્યાના ઈલાજ શોધતા હોય છે -

ખરતા વાળની સમસ્યા સામાન્ય રીતે તમારી શારીરિક ક્ષમતા  સાથે સંકળાયેલી બાબત છે. સાચું કહીએ તો તમારા વાળથી તમારું સ્વાસ્થ્ય કેવું હશે તે કહી શકાય. ખરેખર, સુંદર વાળ તમારા "સર નો તાજ  છે."

ખરતા વાળ ના મુખ્ય કારણો છે-

તણાવ, ' હૉર્મોનલ ડિસૉર્ડર', ખરાબ ખાવાની ટેવ, બિમારીઓ, અનેક પ્રકારની દવાઓનું સેવન, હેર ડાઇ, ધુમ્રપાન, વારસાગત લક્ષણ વગેરે કારણોસર વાળ ખરતા  હોય  છે.

યોગ અને ધ્યાન

ખરતા વાળ અટકાવતા જ નથી પરંતુ સાથે તમને એક સુંદર સ્વાસ્થ્ય પણ આપે છે. તે શારીરિક અને માનસિક રૂપથી તમને  સુઘડ બનાવે છે. યોગથી માથાના ભાગમાં રક્તપ્રવાહ સુધરે છે અને તેનાથી પાચન ક્રીયા પણ મજબૂત બને છે. તે ચિંતા અને તણાવ પણ દૂર  કરે છે.

ખરતા વાળ માટે ઉપયોગી આસનો :

આગળ વળીને જે આસન કરવામાં આવે છે તે માથાના ભાગમાં લોહીનો પ્રવાહ સુધારે છે. એનાથી વાળના મૂળ  મજબૂત બને છે અને સમય જતા તમે વાળમાં અનેક ફાયદાઓ જોઈ શકો છો.

વાળને વધારવા માટે નીચે જણાવેલા આસનો જરૂર કરવા જોઇઍ.

1. અધો મુખશ્વાનાસન:

   

કુતરાની માફક નીચે ની તરફ વળવું. આ સ્થિતી માથામાં લોહીનું ભ્રમણ સુધારે છે. શરદી અને સાયનસ દૂર કરવામાં પણ ઉપયોગી છે. માનસિક નબળાઈ, ડિપ્રેશન, અનિંદ્રા પણ મટાડે છે.  

2. ઉત્થાનાસન:​

ઉભા રહીને આગળ તરફ વળવું. આ સ્થિતી  થાક અને નબળાઈ ઓછી કરે છે. પાચન ક્રીયા સુધારે છે અને મેનોપૉઝ દરમિયાન ખૂબ મદદગાર નીવડે છે.

3.વ્રજાસન:​

 

આ સ્થિતીને ડાઇમંડ પોઝ પણ કહેવાય છે. આ આસન જમ્યા પછી તરત પણ કરી શકાય છે. આ આસનથી મુત્ર સંબંધી રોગો ઠીક થાય છે. વજન ઉતારવામાં, પાચન પ્રક્રિયામાં અને પેટમાં ગૅસની-  વાયુની  સમસ્યાઓમાં લાભદાયી છે.

4. અપાનાસન:

    અપાન એટલે ઉદરની પ્રાણશક્તિ, આ આસન પાચનક્રીયા દરમિયાન શુધ્ધિ કરે છે અને ટૉક્સિન બહાર ફેંકવામાં મદદ કરે છે. આ આસન મનને સંશય વિનાનું સ્પષ્ટ બનાવે છે અને કબજિયાત દૂર કરે છે.

5. પવનમૂક્તાસન:

   આ આસન પાચન ક્રીયા સુધારે છે અને વાયુને લગતી સમસ્યાઓને  ઓછી કરે છે. કમરના નીચલા ભાગના નિતંબની ચરબી ઉતારે  છે.

6. સર્વાગાંંસન:

    આ આસન થાઇરોઇડ ગ્રંથીને શક્તિ આપે છે. શ્વસનતંત્ર, પાચનતંત્ર , પ્રજનનતંત્ર  અને માંસ-મજ્જા તંત્રને  સુધારે છે.

ખરતા વાળમાં  ઉપયોગી પ્રાણાયામ: 

1. કપાલભાતી પ્રાણાયામ:

   આ પ્રાણાયામ મગજના કોષોને ઑક્સિજન પહોંચાડે  છે તેથી આપણું ચેતાતંત્ર સુધરે છે. શરીરમાંથી કચરો બહાર ફેંકે છે. સ્થૂળતા તેમજ ડાયાબિટિસ જેવા રોગોને દૂર કરવામાં પણ  મદદ કરે છે.

2. ભસ્ત્રીકા પ્રાણાયામ:

    આ પ્રાણાયામ શરીરમાંથી વધારાના વાયુ, કફ અને પિત્તને બહાર કાઢે છે અને આપણા ચેતાતંત્રની શુધ્ધિ કરે છે. શરીરને ઘણી બિમારીઓ થી બચાવે છે.

3. નાડી શોધન પ્રાણાયામ:

    આ પ્રાણાયામ  હ્રદયસંબંધી રોગોમાં, અસ્થમા, આર્થરાઇટીસ- શરીરના સાંધાના દુ:ખાવા, ડિપ્રેશન- હતાશા, માઇગ્રેન- માથાના દુ:ખાવા, તણાવ અને આંખ - કાન ના રોગોમાં લાભ આપે છે.

યાદ રાખવા માટેની બાબતો:

  • યોગ સાથે  સંતુલિત આહાર નું પણ  એટલું જ મહત્વ  છે. સપ્રમાણ  ખોરાક લેવો, જેમ કે , તાજા ફળ, લીલા શાકભાજી, દાળ-કઠોળ, અનાજ, અને દૂધ ની બનાવટો વગેરે… એ  શરીરમાં જરુરી તત્વો  પૂરા પાડે છે. જે તમારા વાળને ખરતા રોકવા માટે તેમજ વાળનો જથ્થો વધારવા માટે  ખૂબ જરૂરી છે.

    વાળ ને લીમડાના પાણીથી ધોવા, વાળને અઠવાડિયામાં ૨ થી ૩ વાર ધોવા, નારિયેળના તેલથી માલીસ કરવી અને વાળને ઓળવા.  વાળની વ્રુધ્ધિ માટે આ બધું નિયમીત રીતે કરવું અતિ આવશ્યક  છે.

  • વાળ માટે કેમિકલ અને સ્ટાઇલિંગ પ્રૉડક્ટ્સ વગેરેનો પ્રયોગ કરવો નહિ.

આ સિવાય આ વાત ધ્યાનમાં રાખવી  કે ખરતા વાળ પ્રાકૃતીક છે અને તેને ઉલટાવી  નહિ શકીએ પરંતુ  ખરતા વાળની સમસ્યા ઉપર જણાવેલી રીત- નુસખાઓ  દ્વારા અટકાવી શકાય.